અમદાવાદમાં 19,691 પાલતુ શ્વાનના ઓનલાઈન રજિસ્ટ્રેશન
અમદાવાદમાં 19,691 પાલતુ શ્વાનના ઓનલાઈન રજિસ્ટ્રેશન
Published on: 21st July, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પાલતુ શ્વાન અને બિલાડીઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. રેબીઝ મુક્તિ મિશન અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હેઠળ આ ઝુંબેશ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 17,332 માલિકોએ 19,691 પાલતુ શ્વાનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં લેબ્રાડોર સૌથી પ્રિય બ્રીડ છે. 91 પાલતુ બિલાડીઓનું પણ રજિસ્ટ્રેશન થયું છે. 30 સપ્ટેમ્બર 2026 સુધી શ્વાન માટે રૂ. 2000 અને બિલાડીઓ માટે રૂ. 200 ફી રહેશે. નોંધણી માટે AMC ની વેબસાઈટ પર અરજી કરી શકાય છે.