૭૫ લાખ વૃક્ષો વાવો: દિવ્ય ભાસ્કર અભિયાનમાં PM સ્કૂલના છાત્રોનું વૃક્ષારોપણ સંકલ્પ.
૭૫ લાખ વૃક્ષો વાવો: દિવ્ય ભાસ્કર અભિયાનમાં PM સ્કૂલના છાત્રોનું વૃક્ષારોપણ સંકલ્પ.
Published on: 08th July, 2026

એક વૃક્ષ એટલે આવનારી પેઢી માટે શુદ્ધ હવા, વરસાદ અને સ્વસ્થ વાતાવરણની મૂલ્યવાન ભેટ. દિવ્ય ભાસ્કર દ્વારા દેશભરમાં ૭૫ લાખ વૃક્ષો વાવવાનું મહા અભિયાન હાથ ધર્યું છે. ભાવનગર શહેરની પી.એમ. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી વૃક્ષો વાવી જતન કરવાનો સંકલ્પ લીધો. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ વચ્ચે વૃક્ષારોપણ સમયની માંગ છે. દિવ્ય ભાસ્કરની 'એક વૃક્ષ એક જીવન' પહેલથી જાગૃતિ લાવવા પર ભાર મૂકાયો.