કચ્છના વરસામેડી હત્યા કેસનો ભેદ ઉકેલાયો
કચ્છના વરસામેડી હત્યા કેસનો ભેદ ઉકેલાયો
Published on: 08th September, 2026

કચ્છના વરસામેડી ગામેથી ગુમ થયેલા 43 વર્ષીય લખુ હુંબલની હત્યાનો ભેદ અંજાર પોલીસ અને LCB દ્વારા ઉકેલાયો છે. મૃતકની પત્ની સાથે અનૈતિક સંબંધોના ડરથી પાડોશી દિનેશ ઠાકોરે લખુની હત્યા કરી, મૃતદેહના ટુકડા કરી નજીકના તળાવમાં ફેંકી દીધા હતા. પુરાવાનો નાશ કરવા માટે હેક્સો બ્લેડનો ઉપયોગ કર્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ કરાઈ, જેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.