અમરોલી પોલીસે બાતમીના આધારે 2 કિલોથી વધુ ગાંજા સાથે એક આરોપીને ઝડપ્યો
અમરોલી પોલીસે બાતમીના આધારે 2 કિલોથી વધુ ગાંજા સાથે એક આરોપીને ઝડપ્યો
Published on: 29th May, 2026

અમરોલી પોલીસની સતર્કતા હેઠળ, નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન, એક બાતમીદાર પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે, પોલીસે અમરોલી વિસ્તારમાં ફિલ્ડિંગ ગોઠવીને એક શંકાસ્પદ ઇસમને અટકાવ્યો. તેની તલાશી લેતા, તેની પાસેથી કુલ 2.014 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 1,00,700 આંકવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.