અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચનમાં ગંદકી
અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચનમાં ગંદકી
Published on: 26th August, 2026

અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચનમાં ખરાબ ખોરાકની ગુણવત્તા અને અસ્વચ્છ પરિસ્થિતિઓ મળી આવતા DRMની ટીમે તેને સીલ કરી ₹5 લાખનો દંડ ફટકાર્યો. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોને ગુણવત્તાયુક્ત અને સલામત ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ નિરીક્ષણ દરમિયાન ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતામાં ગંભીર ખામીઓ બહાર આવી હતી, જેના પગલે આ પગલાં લેવાયા.