અમદાવાદના 2500 કિ.મી. રસ્તા અને 25 લાખ મિલકતોનો લેસર લાઈટથી સરવે કરાશે
અમદાવાદના 2500 કિ.મી. રસ્તા અને 25 લાખ મિલકતોનો લેસર લાઈટથી સરવે કરાશે
Published on: 30th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રૂ. 240 કરોડના ખર્ચે 2D અને 3D સિટી મોડલ તૈયાર કરવા માટે 3D નકશો બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટમાં લેસર લાઈટ (LiDAR) ટેકનોલોજી અને ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને 600 ચોરસ કિલોમીટર વિસ્તારનો સર્વે કરાશે. 2500 કિમી રસ્તાઓનો 360 ડિગ્રી સ્ટ્રીટ વ્યુ તૈયાર થશે અને 25 લાખ મિલકતોને ડિજિટલ ડોર ID મળશે. ભૂગર્ભ યુટિલિટી લાઈનોનો પણ નકશો બનશે.