આહવામાં રખડતા ઢોરોનો ત્રાસ, સ્થાનિકોની બિનજવાબદાર પશુપાલકો સામે કડક કાર્યવાહીની માંગ
આહવામાં રખડતા ઢોરોનો ત્રાસ, સ્થાનિકોની બિનજવાબદાર પશુપાલકો સામે કડક કાર્યવાહીની માંગ
Published on: 30th August, 2026

ડાંગ જિલ્લાના આહવા શહેરમાં જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર ઢોરોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પશુપાલકો પોતાના ઢોરને બિનવારસી હાલતમાં છોડી દેતા હોવાથી અવારનવાર ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતનો ભય રહે છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા ગ્રામ પંચાયત અને તંત્રને રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં પૂરવા અને બિનજવાબદાર પશુપાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તાકીદની રજૂઆત કરવામાં આવી છે.