મોડાસાના સગરવાડામાં કાચું મકાન ધરાશાયી
મોડાસાના સગરવાડામાં કાચું મકાન ધરાશાયી
Published on: 30th August, 2026

અરવલ્લી જિલ્લાના મોડાસાના સગરવાડા વિસ્તારમાં રક્ષાબંધન પર્વની આગલી રાત્રે એક દુર્ઘટના બની, જ્યાં મોડી રાત્રે એક કાચું મકાન ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં મકાનના ઉપરના માળે સૂતેલા પરિવારના સભ્યો, જેમાં બહેન અને ભાણેજનો પણ સમાવેશ થાય છે, તેઓ કાટમાળ નીચે દબાયા હતા. સદનસીબે, તમામ સાત લોકોને નાની-મોટી ઇજાઓ સાથે આબાદ બચાવી લેવાયા, અને કોઈ જાનહાની થઈ ન હતી.