વ્યારા તાલુકામાં 15માં નાણાપંચના 53 વિકાસકામોમાં ગેરરીતિનો વિપક્ષનો ગંભીર આક્ષેપ
વ્યારા તાલુકામાં 15માં નાણાપંચના 53 વિકાસકામોમાં ગેરરીતિનો વિપક્ષનો ગંભીર આક્ષેપ
Published on: 30th August, 2026

વ્યારા તાલુકામાં 15મા નાણાપંચ હેઠળ થયેલા 53 વિકાસકામોમાં વ્યાપક ગેરરીતિ, હલકી ગુણવત્તાનું મટીરીયલ અને અધૂરા કામો અંગે કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆતમાં, બે એજન્સીઓ દ્વારા કરાયેલા કામોમાં ડામર રસ્તા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શૌચાલય અને પીવાના પાણી જેવી કામગીરીમાં નબળાઈ અને નાણાંની ઉચાપતનો આરોપ છે. 5 લાખના સ્ટાફ ક્વાર્ટર રિનોવેશનમાં પણ ગેરરીતિ, રોડ-રસ્તામાં રોલિંગ અને ડામરની માત્રા, તેમજ બાલપુરની પાણીની ટાંકીના કામમાં ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવાયા છે.