પ્રાકૃતિક ખેતી: ફળો અને મિશ્ર પાકમાં ઘન જીવામૃતથી મબલખ ઉપજ અને આરોગ્ય લાભ
પ્રાકૃતિક ખેતી: ફળો અને મિશ્ર પાકમાં ઘન જીવામૃતથી મબલખ ઉપજ અને આરોગ્ય લાભ
Published on: 31st August, 2026

હળવદના રણછોડભાઈ બાબી છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. 'શ્રીજી ફાર્મ'માં તેઓ મિશ્ર પાક, જામફળ, સફરજન, દાડમ અને ખાસ કરીને ૧૦ વીઘામાં ખારેકની સફળ ખેતી કરે છે. જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરીને તેમણે મબલખ ઉપજ મેળવી છે. રણછોડભાઈ માસ્ટર ટ્રેનર તરીકે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, ઘન જીવામૃત અને મૂલ્યવર્ધન અંગે તાલીમ આપી માર્ગદર્શન આપી રહ્યા છે, જેથી વધુ ખેડૂતો આ પદ્ધતિ અપનાવે.