બોટાદ જિલ્લામાં વરસાદના અભાવે પાક નુકસાની ભીતિ
બોટાદ જિલ્લામાં વરસાદના અભાવે પાક નુકસાની ભીતિ
Published on: 31st August, 2026

બોટાદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદની અછતને કારણે ખેડૂતોના ઉભા પાક, જેમાં કપાસ, મગફળી, તુવેર, તલ, મગ, શાકભાજી અને ઘાસચારો જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચાલુ સીઝનમાં માત્ર 71.50 ટકા વરસાદ નોંધાયો છે, છતાં ખેડૂતોએ 1,90,242 હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. આગામી આઠ દિવસમાં વરસાદ નહિ પડે તો ખેતરોમાં ઉભા પાક સુકાઈ જવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બોટાદ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે.