અખિલ કચ્છ રઘુવંશી ગ્રુપની સભા: પ્રતિનિધિઓનું સન્માન અને નવી સમિતિઓની રચના
અખિલ કચ્છ રઘુવંશી ગ્રુપની સભા: પ્રતિનિધિઓનું સન્માન અને નવી સમિતિઓની રચના
Published on: 23rd June, 2026

અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપની સામાન્ય સભા ભુજ ખાતે યોજાઈ, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં ચૂંટાયેલા 34 આગેવાનો, જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ સંસ્થાઓમાં જવાબદારી સંભાળતા સભ્યોનું સન્માન કરાયું. સાથે જિલ્લા, મહિલા, યુવા સમિતિઓ અને તાલુકા-શહેર કક્ષાની નવી સમિતિઓની રચના કરવામાં આવી. આગામી સમયમાં સમૂહલગ્ન, સેવાકીય પ્રવૃત્તિઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ વેગવંતી બનાવવાનો સંકલ્પ લેવાયો. જરૂરિયાતમંદ છાત્રો માટે નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ જાહેર કરાયો.