GSFCના 68 કર્મચારીઓને 1 વર્ષથી પગાર ન મળતાં વિરોધ!
વડોદરા GSFC(Gujarat State Fertilizers & Chemicals Limited)માં 2003થી કાર્યરત 68 કર્મચારીઓએ કોર્ટના આદેશ છતાં 1 વર્ષથી પગાર ન મળતાં કંપની ગેટ પર પુષ્પહાર પહેરાવી, શ્રીફળ વધેરી તાળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કર્યો. નોકરી અને પગાર આપોના પોસ્ટર સાથે થયેલા આ વિરોધમાં ધારાસભ્યના પિતરાઈ વીરેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, 2020માં કાર્ય બંધ થયા બાદ પણ લેબર કોર્ટના મનાઈ હુકમને ધ્યાનમાં રાખી કંપની નિયમિત પગાર ચૂકવતી હતી. જોકે, 1 ફેબ્રુઆરી, 2025થી અચાનક પગાર બંધ થતાં આર્થિક મુશ્કેલી સર્જાઈ છે. 12 મહિનાનો પગાર બાકી હોવાથી 25 પરિવારોના બાળકોને ખાનગી સ્કૂલમાંથી સરકારી શાળામાં ખસેડવા પડ્યા.
GSFCના 68 કર્મચારીઓને 1 વર્ષથી પગાર ન મળતાં વિરોધ!
જામનગર નજીક લતીપર હાઇવે પર ભયાનક કાર અકસ્માત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં લતીપર હાઇવે પર બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. આ અકસ્માત બુધવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર લોકો ફસાઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ અને ધ્રોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને ધ્રોલની સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જામનગર નજીક લતીપર હાઇવે પર ભયાનક કાર અકસ્માત
CA ઇન્ટરમીડિયેટ પરિણામ: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ ઑલ ઇન્ડિયા ટોપ 50 માં, શહેરનું ગૌરવ વધાર્યું
ICAI દ્વારા CA ઇન્ટરમીડિયેટ પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ ઑલ ઇન્ડિયા ટોપ 50 માં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. મોક્ષ રાઠોડ (AIR 5), સ્તુતિ ગોયંકા (AIR 10) અને કનૈયા શર્મા (AIR 40) એ પોતાની સખત મહેનત, શિસ્ત અને યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ ભવિષ્યમાં ટેક્સેશન અને ફાઇનાન્સ ક્ષેત્રે નિષ્ણાત બનવા માંગે છે.
CA ઇન્ટરમીડિયેટ પરિણામ: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ ઑલ ઇન્ડિયા ટોપ 50 માં, શહેરનું ગૌરવ વધાર્યું
વડોદરાના કિશોરભાઈ મિસ્ત્રીને 'રુદ્રવીણા'ના સર્જન બદલ રાષ્ટ્રીય એવોર્ડ!
ગુજરાતના વડોદરાના મિસ્ત્રી પરિવાર 150 વર્ષથી વધુ સમયથી દુર્લભ 'રુદ્રવીણા' વારસાને જીવંત રાખી રહ્યો છે. રુદ્રવીણા નિર્માતા કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની પ્રતિષ્ઠિત 'સંગીત નાટક અકાદમી પુરસ્કાર' 2024-2025 માટે પસંદગી થઈ છે. કિશોરભાઈ છેલ્લા 50 વર્ષથી આ કળા માટે સમર્પિત છે, એક રુદ્રવીણા બનાવતા 3 વર્ષ લાગે છે. ચંદ્રભાગા નદીના તુંબડા, પેસિફિક બામ્બુ અને કાળા સીસમનો ઉપયોગ થાય છે. તેમની વીણા ન્યૂયોર્ક અને ફ્રાન્સના મ્યુઝિયમમાં શોભી રહી છે. આ પરિવારની સફર 153 વર્ષ પહેલાં ગુરુની તૂટેલી વીણાના સમારકામથી શરૂ થઈ હતી. યુવા પેઢીમાં પણ આ કળા પ્રત્યે રસ વધી રહ્યો છે.
વડોદરાના કિશોરભાઈ મિસ્ત્રીને 'રુદ્રવીણા'ના સર્જન બદલ રાષ્ટ્રીય એવોર્ડ!
અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન!
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવક સાથે RTO ચલણના નામે સાયબર ઠગાઈનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અજાણ્યા નંબર પરથી આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરી તેમાં વ્યક્તિગત માહિતી ભરતા હેકર્સે તેના મોબાઈલનો કંટ્રોલ મેળવી લીધો. ત્યારબાદ OTPની મદદથી તેના બેંક ખાતામાંથી કુલ ₹11.87 લાખની રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવી. બીજા દિવસે બેંક મેસેજથી છેતરપિંડીની જાણ થતાં યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન!
અમદાવાદના કાલુપુર સ્ટેશન પર નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો!
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં પોતાની જાતને આઈપીએસ (IPS) જોન ડેનિયલ તરીકે ઓળખાવીને ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન અને દાદાગીરી કરનાર નકલી અધિકારી સામે ગુનો નોંધાયો છે. ટ્રાફિક જામ દરમિયાન કારમાં આવેલા આ શખસે બંદોબસ્તમાં તૈનાત કોન્સ્ટેબલ અજય દેસાઈને ‘મને સેલ્યુટ કેમ ન મારી?’ તેમ કહીને ધક્કો માર્યો હતો અને વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી હતી. અન્ય પોલીસકર્મીઓની હાજરીમાં પણ રોફ ઝાડી વીડિયો વાયરલ કરવાની ચીમકી આપી તે ભાગી ગયો હતો. કાલુપુર રેલવે પોલીસે કોન્સ્ટેબલની ફરિયાદના આધારે નકલી આઈપીએસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના કાલુપુર સ્ટેશન પર નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો!
રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત.
કચ્છ અને દાહોદ જિલ્લામાં બનેલી ડૂબવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં બે માસૂમ બાળકો સહિત કુલ પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. દાહોદના સુખસર તાલુકાના પાટડીયા ગામમાં શાળાએથી આવ્યા બાદ તળાવમાં નહાવા ગયેલા એક જ પરિવારના બે બાળકો, ૧૧ વર્ષીય પ્રિન્સરાજ અને ૯ વર્ષીય ઋત્વિકનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. બીજી તરફ, કચ્છના રાપરના ફતેહગઢ પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે સ્થાનિક યુવકોના અને સામખિયાળીના તળાવમાં ડૂબી જવાથી એક અજાણ્યા શખસનું મોત થયું છે. પોલીસે આ તમામ મામલે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત.
અમદાવાદના સાબરમતી નદી પરનો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે
અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા ૫૩ વર્ષ જૂના ઐતિહાસિક સુભાષબ્રિજના પિલરમાં તિરાડો દેખાતા તેને સંપૂર્ણપણે તોડી પાડી નવો બ્રિજ બનાવવાની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. બ્રિજ એક્સપર્ટસની ટીમના નિરીક્ષણ અને તપાસ રિપોર્ટ બાદ સલામતીના ભાગરૂપે આ સર્વસંમત નિર્ણય લેવાયો છે. અગાઉ માત્ર રિપેરિંગ માટે ₹૨૩૬ કરોડનો ખર્ચ અને ૯ મહિનાનો સમય અંદાજવામાં આવ્યો હતો, પરંતુ હવે નવો બ્રિજ બનવાનો હોવાથી પ્રોજેક્ટના કુલ બજેટ અને સમયગાળામાં નોંધપાત્ર વધારો થશે. હાલ તંત્ર દ્વારા બ્રિજની નવી ડિઝાઇન અને ટેકનિકલ મુદ્દાઓ પર વિશ્લેષણ શરૂ કરાયું છે.
અમદાવાદના સાબરમતી નદી પરનો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે
તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના 'બાઘા'ના પિતા અને જાણીતા અભિનેતા અરવિંદ વેકરિયાનું નિધન
ગુજરાતી રંગભૂમિના પીઢ કલાકાર અને લોકપ્રિય અભિનેતા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયાનું અવસાન થતાં ગુજરાતી નાટ્યજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. અરવિંદ વેકરિયાએ અનેક સફળ નાટકોમાં અભિનય અને દિગ્દર્શન કરીને વિશેષ ઓળખ બનાવી હતી. તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ યાદગાર કેમિયો ભજવ્યો હતો. ‘અજબ કરામત’, ‘ઘર ઘરની વાત’ અને ‘રિટર્ન ટિકિટ’ જેવા નાટકોમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમના નિધનથી ગુજરાતી મનોરંજન જગતે એક અનુભવી કલાકાર ગુમાવ્યો છે.
તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના 'બાઘા'ના પિતા અને જાણીતા અભિનેતા અરવિંદ વેકરિયાનું નિધન
ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો!
ગુજરાત સરકારે GIFT City ને વૈશ્વિક સ્તરે આકર્ષક બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. વિદેશી દારૂ પરના VAT ને 65% થી ઘટાડીને 25% કરવામાં આવ્યો છે, અને 30ml પર લેવાતી સ્પેશિયલ ફી નાબૂદ કરાઈ છે. આ પગલાથી GIFT City માં વિદેશી દારૂની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થશે. સરકારનો હેતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને આકર્ષવાનો છે, કારણ કે અગાઉ અહીં દારૂ અન્ય શહેરો કરતાં ખૂબ મોંઘો હતો. નવા સુધારા બાદ, 100 રૂપિયાના ડ્રિંકનો ભાવ 561 રૂપિયાથી ઘટીને માત્ર 125 રૂપિયા થશે, અને 1000 રૂપિયાના ડ્રિંકનો ભાવ 2046 રૂપિયાથી ઘટીને 1250 રૂપિયા થઈ જશે. આ ફેરફારો 2030 ની કોમનવેલ્થ ગેમ્સને પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.
ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો!
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા
છોટાઉદેપુર જિલ્લાના કંડા ગામમાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના વહેમને કારણે એક 55 વર્ષીય મહિલાની ક્રૂર હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાડોશી સુરેન્દ્રસિંહ પરમારે મીનાબેન પરમાર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરીને તેમની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં કદવાલ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને વૈજ્ઞાનિક તથા ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી. પ્રાથમિક તપાસમાં આરોપીએ તાંત્રિક વિધિની શંકાના કારણે હત્યા કર્યાનું બહાર આવ્યું છે.
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા
અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી
અમરેલી શહેરના ST બસ સ્ટેન્ડ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડાએ કરુણ વળાંક લીધો હતો. મોડી રાત્રે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન એક ભાઈએ ગુસ્સામાં આવી તીક્ષ્ણ હથિયાર વડે મનોજ વણોદિયા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ભાઈને ફરાર થાય તે પહેલાં જ ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી હત્યાના કારણોની તપાસ શરૂ કરી છે.
અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી
નર્મદાના સાગબારામાં મોડી રાત્રિથી ભારે વરસાદ, નદીઓમાં પૂર
નર્મદા જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જળબંબોળ થયો છે. ચોમાસાના પ્રથમ ભારે વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા છે. સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ કારણે સેલંબાથી નવાપાડા થઈ મહારાષ્ટ્ર તરફ જતો મુખ્ય રસ્તો બંધ થતાં વાહનવ્યવહાર ઠપ થયો છે અને વાહનોની લાંબી કતારો લાગી છે. એક તાલુકામાં પૂર જ્યારે બાકીના ૪ તાલુકા કોરાધાકોર છે.
નર્મદાના સાગબારામાં મોડી રાત્રિથી ભારે વરસાદ, નદીઓમાં પૂર
અદાણીનો 5 વર્ષનો માસ્ટર પ્લાન: પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં વિસ્તરણ
અદાણી એન્ટરપ્રાઇસીસ AGM 2026 માં, ગૌતમ અદાણીએ આગામી 5 વર્ષ માટે અદાણી ગ્રૂપનો વિકાસ રોડમેપ રજૂ કર્યો. પોર્ટ, પાવર, એરપોર્ટ, ગ્રીન એનર્જી, ન્યુક્લિયર પાવર અને ડેટા સેન્ટરમાં મોટા રોકાણની જાહેરાત કરી. અદાણી ગ્રૂપ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં નવી ઊંચાઈઓ સર કરવા પ્રતિબદ્ધ છે. પાવર સેક્ટરમાં રૂ. 2 લાખ કરોડથી વધુ રોકાણ સાથે 55 GW ક્ષમતા હાંસલ કરશે. પોર્ટમાં 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ નોંધાયો. ગ્રૂપ પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પણ પ્રવેશ કરી રહ્યું છે.
અદાણીનો 5 વર્ષનો માસ્ટર પ્લાન: પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં વિસ્તરણ
RTE પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી
RTE હેઠળ ધોરણ 1 માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયાના ચોથા રાઉન્ડમાં 978 બાળકોને પ્રવેશ ફાળવાયો છે. તેમ છતાં, 5097 બેઠકો ખાલી રહી ગઈ છે, કારણ કે વાલીઓએ ઘણી શાળાઓમાં તેમની પસંદગી આપી ન હતી. આ વર્ષે 83 હજારથી વધુ બેઠકો હતી અને દોઢ લાખથી વધુ અરજીઓ માન્ય થઈ હતી. ત્રણ રાઉન્ડ બાદ 6075 બેઠકો ખાલી હતી. ચોથા રાઉન્ડમાં 73093 વાલીઓએ પુન: પસંદગી આપી હતી, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી છે. આ ખાલી રહેલી બેઠકો હવે ભરાશે નહીં.
RTE પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી
અમદાવાદના સોલા બ્રિજ નીચેનો કટ બંધ!
અમદાવાદના SG Highway પર ટ્રાફિક જામની સમસ્યાને ઘટાડવા માટે વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. પેલેડિયમ મોલ સામે સોલા બ્રિજ નીચેનો કટ કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને સુવિધા રહે તે માટે 100 મીટર આગળ નવા U-Turn કટ આપવામાં આવ્યા છે. આનાથી વાહનો સીધા આવીને ટ્રાફિક બ્લોક નહીં કરે. રાજ્યના DGP અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સ્થળની મુલાકાત લઈને નવી ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને સૂચનો આપ્યા. આ પગલાંથી હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે તેવી અપેક્ષા છે.
અમદાવાદના સોલા બ્રિજ નીચેનો કટ બંધ!
સાબરમતી નદીમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા
અમદાવાદના વાસણા બેરેજમાં 10.15 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવવા અને 10 દરવાજાનું રીપેરીંગ કરવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કામગીરી માત્ર 35 દિવસમાં રેકોર્ડબ્રેક ગતિએ પૂરી થઈ છે. આધુનિક ટેકનોલોજી અને 460 મેટ્રીક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરીને યુદ્ધના ધોરણે આ કાર્ય પૂર્ણ કરાયું છે. સિવિલ સ્ટ્રક્ચરને પણ મજબૂત બનાવાયું છે, જેથી ભવિષ્યમાં પાણીના દબાણ સામે બેરેજ સુરક્ષિત રહે. હવે ચોમાસા પહેલા તમામ 30 દરવાજા સંપૂર્ણ રીતે કાર્યરત થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
સાબરમતી નદીમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા
ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 3માં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 19 તાલુકા ભીંજાયા
ગુજરાતમાં ચોમાસાના મોડા આગમન વચ્ચે પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. ડાંગના આહવા અને રાજકોટના ગોંડલમાં અનુક્રમે 68 મીમી અને 54 મીમી વરસાદ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં ચોમાસું પહોંચતાં ગુજરાતમાં પણ વહેલી તકે સક્રિય વરસાદની આશા વધી છે.
ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 3માં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 19 તાલુકા ભીંજાયા
રાજકોટમાં 'આપ' કાર્યકરનું શંકાસ્પદ મોત: પ્રેમી પર હત્યાનો ગંભીર આરોપ
રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક ફ્લેટમાંથી 'આપ' કાર્યકર નંદની બોસમીયાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી. તેણે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કર્યાનો મેસેજ લખ્યો હતો, પરંતુ પરિવારે તેને હત્યા ગણાવી, આયોજનબદ્ધ રીતે આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મૃતકના પિતાએ જણાવ્યું કે, મૃતદેહ મળ્યો ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને પાછળનો બાલ્કનીનો દરવાજો પણ ખુલ્લો હતો, જે હત્યા તરફ ઈશારો કરે છે. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં 'આપ' કાર્યકરનું શંકાસ્પદ મોત: પ્રેમી પર હત્યાનો ગંભીર આરોપ
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ
અમદાવાદમાં ફાયર સેફ્ટી અંગે મ્યુનિસિપલ ફાયર વિભાગે વિવિધ વિસ્તારોની 18 શિક્ષણ સંસ્થાઓમાં ચકાસણી હાથ ધરી હતી. ફાયર સેફ્ટી સર્ટિફિકેટની મુદત પૂર્ણ થઈ જતાં નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યૂટને સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત ફાયર એક્સટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, વિદ્યુત સુરક્ષા અને અવરજવર માર્ગોની ખામીઓ બદલ 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ ચેતવણી આપી છે કે નિયત સમયમર્યાદામાં ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો સંસ્થાઓ સામે સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ અને તાપીમાં. વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. શહેરોમાં તાપમાન 38-40 ડિગ્રીની આસપાસ રહ્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ખારાઘોડા રેલવે સ્ટેશનની રૂ. 13.84 કરોડથી કાયાપલટ
સુરેન્દ્રનગર જિલ્લાના મીઠા ઉદ્યોગના કેન્દ્ર એવા ખારાઘોડા રેલવે સ્ટેશનનું રૂ. 13.84 કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં દરેક પ્લેટફોર્મ પર સીસીરોડ, લોડીંગ સાઈડ પર લાઈટના થાંભલા, મીઠાના વેપારીઓ માટે અધ્યતન રૂમ, અને મજૂરો માટે શેડની સુવિધાઓ સામેલ છે. આ સુવિધાઓ મીઠાના લોડીંગ અને નિકાસ પ્રક્રિયાને સરળ બનાવશે. દેશના મીઠા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો મોટો છે, અને ખારાઘોડા તેનું મુખ્ય કેન્દ્ર છે. આ વિકાસથી સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.
ખારાઘોડા રેલવે સ્ટેશનની રૂ. 13.84 કરોડથી કાયાપલટ
કતાર દુર્ઘટનામાં સુરતનો યુવક ગુમ, પત્ની રડી-રડીને અડધી
કતારના રાસ લાફાન ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ સુરતના ડુમ્મસ વિસ્તારના સની પટેલ છેલ્લા 48 કલાકથી લાપતા હોવાથી પરિવાર ભારે ચિંતામાં છે. નાઇટ શિફ્ટ દરમિયાન બનેલી આ દુર્ઘટના પછી તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી. પત્ની અને પરિવાર સતત તેમની ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ અને તંત્ર હરકતમાં આવ્યું છે અને ભારતીય દૂતાવાસ મારફતે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વિસ્ફોટમાં અનેક લોકોના મોત અને ઇજાના અહેવાલો સામે આવ્યા છે.
કતાર દુર્ઘટનામાં સુરતનો યુવક ગુમ, પત્ની રડી-રડીને અડધી
રાજકોટમાં બાળકની હત્યા, માથું મળ્યું, ધડ ગુમ, 7 વર્ષે માતા-પિતાને જાણ
રાજકોટમાં વર્ષ 2018માં આજી નદીમાંથી મળેલા બાળકના કપાયેલા માથાના રહસ્યનો 8 વર્ષ બાદ ભેદ ઉકેલાયો છે. 2025માં બાળમજૂરી કેસ દરમિયાન ઝડપાયેલા અજીત મૌલાએ પશ્ચિમ બંગાળના 14 વર્ષીય શુભમ હાંસદાની હત્યાની કબૂલાત કરી હતી. કામ ન કરવા બદલ માર મારતા શુભમનું મોત થતાં અજીતે પુરાવા છુપાવવા લાશના ટુકડા કરીને નદીમાં ફેંકી દીધી હતી. DNA તપાસ અને ફેસિયલ મેચિંગથી પોલીસએ કેસ ઉકેલી આરોપીને કાયદાના સકંજામાં લીધો.
રાજકોટમાં બાળકની હત્યા, માથું મળ્યું, ધડ ગુમ, 7 વર્ષે માતા-પિતાને જાણ
છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ
છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઈવે-56 અને સ્ટેટ હાઈવે-62 પર આવેલા અનેક બ્રિજોની સાઈડ દિવાલોમાં ઝાડ, ઝાંખરા અને વેલાઓ ઉગી નીકળતાં બ્રિજોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ છોડના મૂળિયા દિવાલોને નુકસાન પહોંચાડી બ્રિજને જર્જરિત બનાવી શકે છે. જિલ્લામાં ઘણા બ્રિજોના સમારકામ છતાં યોગ્ય જાળવણી થતી નથી. ચોમાસા દરમિયાન વધુ પાણી મળતાં આ વૃક્ષો ઝડપથી વિકસે તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક દૂર કરવાની માંગ ઉઠી છે.
છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ
પાટણ પંથકમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ
પાટણ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાનું એક શખ્સ દ્વારા લગ્નની લાલચ આપી અપહરણ કરી એક હોટલમાં લઈ જવાતાં સગીરાની માતાએ રણુંજ પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા બાલીસણા પોલીસ સ્ટેશનના પીઆઈએ વધું તપાસ હાથ ધરી છે. પાટણ તાલુકાના અને રણુંજ પોલીસ મથકની હદમા આવેલા એક ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાનો પંથકના મીત પટેલ નામના શખ્સે મોબાઈલ ફેનથી પરિચય કેળવીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જવાયાના આક્ષેપ સાથે સગીરાની માતાએ રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હાલમાં બાલીસણા પીઆઈ અરૂણા પટેલે હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ફરીયાદના આધારે પંચનામું સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાટણ પંથકમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ
ચાણસ્મા તળાવ પર ગ્રામ્ય જીવન અને પ્રેરણાદાયી સંદેશાઓ દર્શાવતા ભીંત ચિત્રો
પાટણના ચાણસ્મા શહેરમાં આવેલ તળાવના અમૃત 0.2 અંતર્ગત બ્યુટીફ્કિેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન તળાવના ફરતે દિવાલો બનાવ્યા બાદ દિવાલો પર અલગ અલગ ભીંત ચિત્રો ડંકારવામાં આવ્યા છે. જે ચિત્રોમાં ગ્રામ્ય જીવન ખેડૂતની મહેનત, પ્રકૃતિ, જળચર સૃષ્ટિ અને રાષ્ટ્રીય મહાનુભાવોના પ્રેરણાદાયી સંદેશોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. જે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. તેમજ સાંજના સમયે લાઇટિંગના ઝગમગતા પ્રકાશ સાથેતળાવ અને દિવાલ ચિત્રોનો મનોહર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જે કોઈ પ્રવાસન સ્થળ જેવી અનુભૂતિ કરાવે છે.
ચાણસ્મા તળાવ પર ગ્રામ્ય જીવન અને પ્રેરણાદાયી સંદેશાઓ દર્શાવતા ભીંત ચિત્રો
છોટાઉદેપુરના ભીલપુર CRCની અછાલા શ્રોષ્ઠ શાળામાં પ્રવેશોત્સવ ઉજવણી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ભીલપુર ગ્રુપની અછાલા શ્રોષ્ઠ પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, SMC, ગ્રામજનો અને વાલીઓએ બાળકોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં નવા પ્રવેશ મેળવેલા 14 બાળકોને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપી પ્રવેશ અપાયો. કાર્યક્રમમાં દીપ પ્રાગટય, પ્રાર્થના, વિદ્યાર્થીઓના વક્તવ્ય અને ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, પ્રથમ ત્રણ ક્રમે આવનાર તેમજ 100% હાજરી ધરાવતા બાળકો અને દાતાઓનું સન્માન કરાયું.
છોટાઉદેપુરના ભીલપુર CRCની અછાલા શ્રોષ્ઠ શાળામાં પ્રવેશોત્સવ ઉજવણી
અરીઠા ગામમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ગ્રામજનોએ પોલીસને લેખિતમાં કરી રજૂઆત
પાટણના હારીજ તાલુકાના અરીઠા ગામમાં દારૂના અડ્ડાઓથી ગ્રામજનો પરેશાન છે. અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ફરીથી દારૂના અડ્ડાઓ શરૂ થયા છે. ગામના કેટલાક લોકો દારૂના નશામાં હોવાથી અન્ય લોકો મુશ્કેલીમાં છે. આ અંગે અરીઠા ગામના લોકોએ હારીજ પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે અને દારૂની બદી બંધ કરાવવાની માંગ કરી છે. આ મામલે ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
અરીઠા ગામમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ગ્રામજનોએ પોલીસને લેખિતમાં કરી રજૂઆત
જબુગામ વનવિભાગ નર્સરી પાસે દીપડાના બચ્ચાંનો વીડિયો વાઇરલ
બોડેલી તાલુકાના જબુગામ ખાતે વનવિભાગની નર્સરી વિસ્તારમાં એક સાથે ત્રણ દીપડાના બચ્ચાં જોવા મળ્યા હતા. એક યુવાને પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરી વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં ગ્રામજનોમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ પણ બચ્ચાંના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. એવી ચર્ચા છે કે બચ્ચાંઓની માતા દીપડી પણ આસપાસ જ શિકારની શોધમાં છુપાઈ હોઈ શકે છે, જેનાથી લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. વન વિભાગે દીપડી અને તેના બચ્ચાંને પકડવા માટે ખાસ પાંજરું મૂક્યું છે.
જબુગામ વનવિભાગ નર્સરી પાસે દીપડાના બચ્ચાંનો વીડિયો વાઇરલ
પાટણમાં ગાયનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી
પાટણ શહેરમાં આવેલ હાઈવે વિસ્તારમાં પદમનાથ ચોકડી પાસે બાપા સીતારામ મઢુલી નજીક ગટરલાઈનની ચાલી રહેલી કામગીરી દરમિયાન એક ગાય તેમાં ખાબકતાં તેની જાણ જાગૃત લોકોએ નગરપાલિકાના મહિલા નગરસેવક માનસીબેન ત્રિવેદીને કરતાં તેમણે બજરંગદળના સેવકો અને પાટણ નગરપાલિકાનો સહયોગ લઈને સ્થળ પર પહોંચી જેસીબી મશીનની મદદથી ગાયને રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢી હરિઓમ ગૌશાળા ખાતે મોકલી આપી હતી.