રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ
રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ
Published on: 14th July, 2026

રાજકોટમાં વરસાદી માહોલ અને ઉકળાટ-બફારા વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. તાજા અહેવાલો અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં શરદી અને તાવના ૧,૮૩૮ કેસ નોંધાતા ચિંતા પ્રસરી છે. આ સાથે ટાઈફોઈડ, કમળો અને ઝાડા-ઊલટીના કેસોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) નું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરતા એકમો પર RMC દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.