AMC ની ઓનલાઇન સેવાઓ 10 કલાક બંધ રહેશે
AMC ની ઓનલાઇન સેવાઓ 10 કલાક બંધ રહેશે
Published on: 04th September, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તેની ઓનલાઇન સેવાઓમાં સુધારો લાવવા માટે ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરશે. આ કારણે, 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાથી 6 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યા સુધી, કુલ 10 કલાક માટે AMCની તમામ ઓનલાઇન સેવાઓ અને પોર્ટલ સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમય દરમિયાન, નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવા, વ્યવસાય વેરો ભરવા, જન્મ-મરણ પ્રમાણપત્રો માટે અરજી કરવા જેવી કોઈપણ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરી શકશે નહીં. AMCએ નાગરિકોને આયોજનપૂર્વક કામગીરી કરવા અપીલ કરી છે.