AMC દ્વારા 16 પ્લોટ અને 12 બસ ડેપો પર 'પે એન્ડ પાર્ક' સુવિધા શરૂ કરાશે
AMC દ્વારા 16 પ્લોટ અને 12 બસ ડેપો પર 'પે એન્ડ પાર્ક' સુવિધા શરૂ કરાશે
Published on: 04th September, 2026

અમદાવાદ મહાનગર પાલિકા (AMC) હવે તેના 16 પ્લોટ અને 12 AMTS તેમજ BRTS બસ ડેપોની ખુલ્લી જગ્યાઓમાં 'પે એન્ડ પાર્ક' સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ સમયસર અમલીકરણના અભાવે આ પગલું ભરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, પ્રોપર્ટી ટેક્સમાંથી માફી જેવી યોજનાઓ સામે પણ ઓછો પ્રતિસાદ મળ્યો છે. વાર્ષિક પાર્કિંગ પરમિટ અને રેવન્યુ શેરિંગ મોડેલ હેઠળના પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરાયા હોવા છતાં, વાહન પાર્કિંગની સમસ્યા વધુ વિકટ બની રહી છે.