રાજકોટના વૃદ્ધે આદિવાસી વિસ્તારમાં 20 ગામ દત્તક લીધા.
રાજકોટના વૃદ્ધે આદિવાસી વિસ્તારમાં 20 ગામ દત્તક લીધા.
Published on: 04th May, 2026

રાજકોટના 85 વર્ષીય હસમુખભાઈ ટોળિયાએ નિવૃત્તિ પછી સેવાનો માર્ગ અપનાવ્યો. ગુજરાત પર્યાવરણ વિકાસ ટ્રસ્ટ હેઠળ, તેમણે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં 20 ગામ દત્તક લીધા. 5000 બાળકોને અક્ષરજ્ઞાન આપ્યું અને હજારો વ્યસનીઓને દારૂની લત છોડાવી. 2014 થી, તેઓ રાજકોટમાં 65 વર્ષથી વધુ વયની સંતાનવિહોણી વિધવા બહેનોનો આધાર બન્યા છે, તેમને દર મહિનાના પ્રથમ રવિવારે અનાજ અને પ્રેમ પીરસે છે. તેમણે 800 આંબા વાવીને આદિવાસી બાળકો માટે પણ કાર્ય કર્યું છે.