વલસાડમાં આશાવર્કરો મેદાને: સમાન-લઘુત્તમ વેતન માટે મહિલા શક્તિસેનાની લડત
વલસાડમાં આશાવર્કરો મેદાને: સમાન-લઘુત્તમ વેતન માટે મહિલા શક્તિસેનાની લડત
Published on: 26th August, 2026

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની આશાવર્કરોએ વિશાળ સંખ્યામાં મોરચો માડી વેતન અન્યાય મુદ્દે સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે ડીડીઓ અને સીડીએચઓને આવેદન આપી મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ સૂત્રોચ્ચાર કર્યા. છેલ્લા બે વર્ષથી બાકી પડેલી પ્રોત્સાહક રોકડ રકમ તાત્કાલિક ચૂકવવા તેમણે માગ કરી હતી. આ મહિલા કર્મીઓ દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સંભાળની સેવાઓ પૂરી પાડે છે. બે વર્ષથી તેમને ભથ્થું કે મહેનતાણું ચૂકવાયુ નથી, જે મોંઘવારી અને ઘરખર્ચ ચલાવવામાં મોટી વિટંબણાં છે. જો માગણી નહિ સંતોષાય તો તીવ્ર આંદોલનની ચીમકી આપી છે.