નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ: 150થી વધુ લોકોનું સ્થળાંતર
નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ: 150થી વધુ લોકોનું સ્થળાંતર
Published on: 31st July, 2026

નર્મદા જિલ્લામાં રેડ એલર્ટને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. રાજપીપળા સહિત સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 150 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કરજણ ડેમના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમના ગેટ ખોલી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તણખલા રોડ પર નિર્માણાધીન બ્રિજના ડાયવર્ઝન ધોવાઈ ગયા છે, જેના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી છે અને લોકોને નદી-ઝરણાંથી દૂર રહેવા અપીલ કરી છે. SDRFની ટીમો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.