મહેસાણા જિલ્લામાં 4 મહિનામાં 131 સગીરાઓ ગર્ભવતી
મહેસાણા જિલ્લામાં 4 મહિનામાં 131 સગીરાઓ ગર્ભવતી
Published on: 31st July, 2026

મહેસાણા જિલ્લામાં ગત 22 એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 સુધીના માત્ર 4 મહિનામાં 131 સગીરાઓ ગર્ભવતી બન્યાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 'ટેકો' એપ્લિકેશન દ્વારા જાહેર થયેલા આ આંકડાઓએ જિલ્લા તંત્ર, સામાજિક સંગઠનો અને બાળ સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓને ચિંતિત કરી દીધા છે. કડી તાલુકામાં સૌથી વધુ 48 કેસ નોંધાયા છે. સગીર વયે થતા લગ્નો અને અન્ય સામાજિક કારણોને કારણે ઉભી થયેલી આ પરિસ્થિતિ બાળ લગ્ન અટકાવવા અને ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ લાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે.