શાસકોની ટૂંકી દૃષ્ટિએ અમદાવાદ ડૂબાડ્યું
શાસકોની ટૂંકી દૃષ્ટિએ અમદાવાદ ડૂબાડ્યું
Published on: 31st July, 2026

અમદાવાદ શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોને પાણીમાં ડૂબાડી દીધા હતા. આ ઘટના માટે માત્ર ભારે વરસાદને દોષી ઠેરવવાને બદલે, મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોની ટૂંકી દૃષ્ટિ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. રોડ પરથી પાણીના નિકાલ માટે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનના પમ્પિંગ સ્ટેશનો મહત્ત્વના હોય છે, પરંતુ પૂર્વ અમદાવાદની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાં આવા સ્ટેશનોની સંખ્યા ચોથા ભાગની પણ નથી. પશ્ચિમમાં વિકાસના નામે રસ્તા બનાવવામાં આવ્યા, પરંતુ ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનનું માળખું અને પમ્પિંગ સ્ટેશનો વિકસાવવામાં આવ્યા નહીં, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ.