ચોટીલા ગ્રામ્યમાં પિતા-પુત્રનો પાઈપ વડે હુમલો
ચોટીલા ગ્રામ્યમાં પિતા-પુત્રનો પાઈપ વડે હુમલો
Published on: 19th July, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના દેવપરા ગામમાં, સુરેશભાઈ રાયધનભાઈ સાકળીયા પર વનરાજ તળશીભાઈ શીશા અને તેના પુત્ર અશ્વીન શીશાએ પાઈપ વડે હુમલો કર્યો. આ ઘટના ગોલીડાના બસ સ્ટેશન પાસે બની, જ્યાં સુરેશભાઈ કારમાં હવા પુરાવી રહ્યા હતા. પિતા-પુત્રે તેમના ભત્રીજા સાથે થયેલી માથાકુટ બાબતે ઝઘડો કરીને સુરેશભાઈ, તુલસીદાસ અને વનરાજભાઈને માર માર્યો. ઇજાગ્રસ્તોને દવાખાને લઈ જવાયા. શરૂઆતમાં સુરેશભાઈએ ફરિયાદ કરી ન હતી, પરંતુ વનરાજ શીશાની ફરિયાદ બાદ તેઓ પોલીસ મથકે હાજર થતાં આ ફરિયાદ નોંધાઈ.