તાપીના વ્યારાના કાનપુરા વિસ્તારમાં કચરાના ઢગલાથી સ્થાનિકો પરેશાન
તાપીના વ્યારાના કાનપુરા વિસ્તારમાં કચરાના ઢગલાથી સ્થાનિકો પરેશાન
Published on: 27th April, 2026

વ્યારાના કાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં Flower City નજીક કચરાના ઢગલાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નિયમિત કચરો ઉપાડવાની વ્યવસ્થા ન હોવાથી રસ્તા કિનારે ગંદકીના ઢગલા જામી ગયા છે. કચરાના કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ વધતા આરોગ્ય સંબંધિત ચિંતાઓ વધી છે. કાનપુરા ગ્રામ પંચાયતમાં અનેક રજુઆતો છતાં પગલાં લેવાતા નથી.