સ્માર્ટ મીટર બદલવા ગ્રાહકની સંમતિ ફરજિયાત નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલ
સ્માર્ટ મીટર બદલવા ગ્રાહકની સંમતિ ફરજિયાત નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ ગેરકાનૂની: GERC વીજ લોકપાલ
Published on: 05th July, 2026

ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલ (Electricity Ombudsman)એ સ્પષ્ટ કર્યું છે કે વીજ વિતરણ કંપનીઓ ગ્રાહકની પૂર્વ સંમતિ વિના પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકે છે. ગ્રાહક માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરીને જૂનું મીટર ફરી લગાવવાની માંગ કરી શકે નહીં. મહેન્દ્રકુમાર ડી. પટેલ વિરુદ્ધ MGVCL કેસમાં આદેશ અપાયો છે. ગ્રાહકનો દાવો હતો કે મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવાતા બેંક ઓટો-ડેબિટ સુવિધા ખોરવાઈ અને વીજ પુરવઠો કાપી નખાયો. MGVCLએ નિયમો મુજબ સ્થાપન કર્યાનો દાવો કર્યો. વીજ લોકપાલે ગ્રાહકની અપીલ ફગાવી CGRFના નિર્ણયને યથાવત્ રાખ્યો.