ભાવનગરના મહુવાની ડોંગી નદીના પૂરમાં કાર તણાઈ
ભાવનગરના મહુવાની ડોંગી નદીના પૂરમાં કાર તણાઈ
Published on: 05th July, 2026

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે વરસાદથી ડોંગી નદીમાં પૂર આવ્યું. ઓથા ગામ નજીક એક કારચાલકે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું વાહન નદીમાં તણાઈ ગયું. હોડીની જેમ તરતી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સદનસીબે, સ્થાનિક ગ્રામજનોએ સમયસર પહોંચીને કારમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બાદમાં, ક્રેનની મદદથી કારને પણ બહાર કાઢવામાં આવી, જેમાં જાનહાનિ ટળી હતી.