અમદાવાદના ધોધમાર વરસાદએ AMCની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી
અમદાવાદના ધોધમાર વરસાદએ AMCની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી
Published on: 05th July, 2026

અમદાવાદમાં મધ્યરાત્રિએ થયેલા ભારે વરસાદે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર પ્રશ્નાર્થ સર્જ્યો છે. માત્ર બે કલાકમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયો, હેલમેટ સર્કલ જેવા વ્યસ્ત માર્ગો પર રસ્તા બેસી ગયા અને ઠેરઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું. ઓગણજમાં 4 ઇંચ વરસાદ નોંધાયો, જેના પગલે અખબારનગર, મકરબા અને મીઠાખળી અંડરપાસ બંધ કરવા પડ્યા. વિજય ચાર રસ્તાથી હેલમેટ સર્કલ વચ્ચે ડ્રેનેજ મેનહોલ પાસે રસ્તો બેસી જતાં અકસ્માતનો ભય છે. ચાંદલોડિયા અને સૈજપુરના રસ્તાઓની પણ હાલત બિસ્માર છે.