દાહોદ: સિંગવડ તાલુકા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખે પૂજનવિધિ સાથે પદભાર સંભાળ્યો
દાહોદ: સિંગવડ તાલુકા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખે પૂજનવિધિ સાથે પદભાર સંભાળ્યો
Published on: 05th June, 2026

દાહોદના સિંગવડ તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ નિર્મળાબેન નરવતભાઈ ભાભોર અને ઉપપ્રમુખ નિરાલીબેન અમિત બારીયાએ પૂજન વિધિ બાદ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો. તાજેતરની ચૂંટણીમાં ભાજપને મળેલી બહુમતી બાદ મહિલા પ્રતિનિધિઓને પ્રાધાન્ય અપાયું હતું. આ પ્રસંગે દાહોદના જશવંતસિંહ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય શૈલેશ ભાભોર, પૂર્વ ચેરમેન એન.ડી. પટેલ, સિંગવડ તાલુકા ભાજપ પ્રમુખ મહેશ પટેલ સહિત અનેક ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.