દમણના દરિયામાં ડૂબ્યા 2 તરુણ!
દમણના દરિયામાં ડૂબ્યા 2 તરુણ!
Published on: 10th August, 2026

દમણના રીંગણવાડા ગામ પાસે દરિયામાં ન્હાવા પડેલા 4 તરુણો પૈકી 2 દરિયાના તોફાની મોજામાં તણાઈ ગયા હતા. કિનારે તૈનાત લાઇફગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરી 1 તરુણને સુરક્ષિત બહાર કાઢી લીધો હતો. જોકે, બીજો એક તરુણ, આકાશકુમાર, હજુ લાપતા છે. ફાયર બ્રિગેડની ટીમ બોટની મદદથી તેની શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી. આ ઘટનાએ પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે ચિંતા જગાવી છે. પ્રશાસન દ્વારા દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ હોવા છતાં આ દુર્ઘટના બની છે.