અમરેલીમાં 2 ગમખ્વાર અકસ્માતમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત!
અમરેલીમાં 2 ગમખ્વાર અકસ્માતમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત!
Published on: 10th August, 2026

અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પહેલી ઘટનામાં લીલીયા તરફ જતી બોલેરો ગાડી પલટી મારતાં 9 લોકોને ઈજા પહોંચી, જેમાંથી એકની હાલત ગંભીર છે. બીજી ઘટના ધારી પાસે બની, જ્યાં હિટ એન્ડ રન કેસમાં બાઈક સવાર બે લોકોને ગંભીર ઈજા થઈ છે. બંને ઘટનાઓમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.