અમદાવાદના અનુપમ બ્રિજ પાસે ખુલ્લા મેનહોલ પર જોખમી કામગીરી
અમદાવાદના અનુપમ બ્રિજ પાસે ખુલ્લા મેનહોલ પર જોખમી કામગીરી
Published on: 21st July, 2026

અમદાવાદના વ્યસ્ત અનુપમ બ્રિજ નજીક AMCની મોટી બેદરકારી જોવા મળી રહી છે. ધમધમતા રોડની વચ્ચે ખુલ્લા ગટર/મેનહોલ પર કર્મચારીઓ કોઈ સુરક્ષા સાધનો કે બેરિકેડિંગ વગર કામ કરી રહ્યા છે. આનાથી વાહનચાલકો અને મજૂરો બંનેના જીવ જોખમમાં મુકાયા છે. કામદારોએ હેલ્મેટ, સેફ્ટી જેકેટ કે બૂટ પહેર્યા નથી. ટ્રાફિકને ડાયવર્ટ કરવા કે ચેતવણી આપવા માટે માત્ર AMCનું એક નાનું પાટિયું મૂક્યું છે. ચાલુ ટ્રાફિકમાં ઝડપી વાહનો મજૂરોની ખૂબ નજીકથી પસાર થઈ રહ્યા છે, જે મોટી દુર્ઘટના નોતરી શકે છે.