ડિંડોલીમાં 10મા માળેથી પટકાતા 20 વર્ષીય શ્રમિક મહિલાનું મોત.
ડિંડોલીમાં 10મા માળેથી પટકાતા 20 વર્ષીય શ્રમિક મહિલાનું મોત.
Published on: 12th May, 2026

સુરતના ડિંડોલીમાં નવનિર્મિત બિલ્ડિંગના દસમા માળેથી પડી જતાં 20 વર્ષીય શ્રમિક રક્ષાબેન ડામોરનું કરૂણ મોત થયું છે. પરિવાર અને સમાજે બિલ્ડર તથા કોન્ટ્રાક્ટર પર સેફ્ટી નિયમોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાસ્થળે સેફ્ટી નેટ ન હોવાથી અકસ્માત જીવલેણ બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃતકને બે મહિનાનું બાળક હોવાથી પરિવારમાં શોક છવાયો છે. સમાજે આરોપીઓની ધરપકડ અને યોગ્ય વળતર મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.