અમદાવાદના ખાનપુરમાં પીવાના પાણીની તંગી અને ખુલ્લી ગટરની સમસ્યા
અમદાવાદના ખાનપુરમાં પીવાના પાણીની તંગી અને ખુલ્લી ગટરની સમસ્યા
Published on: 21st July, 2026

મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે, શહેરના મધ્યમાં આવેલા ખાનપુર વિસ્તારના બ્રાહ્મણીવાસના રહીશો છેલ્લા બે થી અઢી મહિનાથી પીવાના પાણીની તંગી વેઠી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં કોર્પોરેશનના અધિકારીઓની અસંવેદનશીલતા જોવા મળી રહી છે. ચોમાસામાં ગટર ઉભરાવાની સમસ્યા સાથે પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે છે. ઉપરાંત, ખુલ્લી ગટરની સમસ્યા પણ યથાવત છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.