સુરત ટેક્સટાઈલ ઉદ્યોગને વૈશ્વિક માર્કેટમાં 0% ડ્યુટીનો લાભ
સુરત ટેક્સટાઈલ ઉદ્યોગને વૈશ્વિક માર્કેટમાં 0% ડ્યુટીનો લાભ
Published on: 04th September, 2026

વૈશ્વિક મંદી અને કાચા માલના ભાવ વધારા વચ્ચે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા દુબઈ સરકાર આગળ આવી છે. દુબઈનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સુરત આવ્યું હતું અને 450થી વધુ મિલ માલિકો સાથે બેઠક યોજી હતી. દુબઈમાં યુનિટ સ્થાપવા માટે સસ્તી જમીન, અનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 0% ડ્યુટી સાથે વૈશ્વિક બજારમાં એક્સપોર્ટ કરવાની તક અપાઈ છે. આ ઓફર દ્વારા સુરતના કાપડને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધુ સ્પર્ધાત્મક બનાવવાનો હેતુ છે, જે ઓવર પ્રોડક્શનની સમસ્યામાંથી મુક્તિ અપાવશે.