સરકારી શાળાના શિક્ષકોએ 16 વર્ષમાં 800+ દિવ્યાંગ બાળકોને શિક્ષણની મુખ્યધારામાં જોડ્યા
સરકારી શાળાના શિક્ષકોએ 16 વર્ષમાં 800+ દિવ્યાંગ બાળકોને શિક્ષણની મુખ્યધારામાં જોડ્યા
Published on: 04th September, 2026

વડોદરા શિક્ષણ સમિતિના શિક્ષકો 16 વર્ષથી વધુ સમયથી 800 થી વધુ દિવ્યાંગ બાળકોને શિક્ષણની મુખ્યધારામાં લાવવા અથાક પ્રયાસો કરી રહ્યા છે. દરેક બાળકની જરૂરિયાત મુજબ વ્યક્તિગત ભણતર યોજના તૈયાર કરી, સ્પેશિયલ એજ્યુકેટર નીતાબેન ગાંધીએ ઘેર-ઘેર જાગૃતિ ફેલાવી અને શાળા પ્રવેશ સુનિશ્ચિત કર્યો. તેમણે વાલીઓ અને સમાજમાં પરિવર્તન લાવી દિવ્યાંગ બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું. બાલવાટિકાથી ધોરણ 12 સુધીના શિક્ષણમાં સતત સહયોગ આપ્યો અને પ્રી-વોકેશનલ, વોકેશનલ તાલીમ, ઓક્યુપેશનલ થેરાપી અને ઓપરેશનમાં પણ મદદ કરી.