મહેસાણા તાલુકામાં 12,675 નાગરિકોને નવા તથા સુધારેલા ચૂંટણી કાર્ડનું વિતરણ સંપન્ન
મહેસાણા તાલુકામાં 12,675 નાગરિકોને નવા તથા સુધારેલા ચૂંટણી કાર્ડનું વિતરણ સંપન્ન
Published on: 04th September, 2026

મહેસાણા તાલુકામાં નવા નોંધાયેલા મતદારો તેમજ ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા કરાવનાર કુલ 12,675 નાગરિકોને નવા ચૂંટણી કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. બાકીના મતદારોને બીએલઓ (BLO) દ્વારા રૂબરૂ સંપર્ક કરી ચૂંટણી કાર્ડ પહોંચાડવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. 9 અને 11 સપ્ટેમ્બરના સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેન્કિંગ અને સમાજ સુરક્ષા જેવા દસ્તાવેજો સાથે સ્થળ પર જ સુધારા કરાવી શકાશે. મામલતદાર ગૌતમ વાણીયા મુજબ, 5,246 નવા અને 7,429 સુધારેલા કાર્ડનું વિતરણ થયું છે.