ભુજમાં લાખોની જમીન દબાણમુક્ત કરાવાઈ
ભુજમાં લાખોની જમીન દબાણમુક્ત કરાવાઈ
Published on: 12th September, 2026

ભુજ શહેરમાં ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નગરપાલિકાએ શુક્રવારે વહેલી સવારે મોટું ડિમોલિશન હાથ ધર્યું હતું. જ્યુબિલી સર્કલથી જયનગર સુધીના માર્ગ પર વર્ષોથી જમાવડો કરી બેઠેલા વેપારીઓ, કેબિન, હોટલો, ઓટો ગેરેજ અને ફ્રૂટના સ્ટોલ પર જેસીબી ફેરવી દેવાયું હતું. અગાઉથી આપેલી 120 નોટિસ અંતર્ગત કાયમી પાક્કા, કાચા બાંધકામો અને ઓટલા પણ તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઈપણ રાજકીય કે સામાજિક હસ્તક્ષેપ જોવા મળ્યો ન હતો, જેના કારણે કામગીરી સરળતાથી પૂર્ણ થઈ.