ગેસ વિભાગે 137 સ્થળો તપાસ્યા!
ગેસ વિભાગે 137 સ્થળો તપાસ્યા!
Published on: 12th September, 2026

વડોદરા ગેસએ બાકી ગેસ બિલ ધરાવતા ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગેસ વિભાગની ટીમે કારેલીબાગ પોલીસ સાથે મળીને મચ્છીપીઠ, કોઠી ચાર રસ્તા અને અમદાવાદી પોળ જેવા વિસ્તારોમાં ચેકિંગ કર્યું. 9, 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન 137 સ્થળોની મુલાકાત લેવાઈ હતી. આમાંથી 56 ગ્રાહકો પાસેથી 6.34 લાખ રૂપિયાની બાકી રકમ વસૂલવામાં આવી. બાકી બિલ ન ભરનાર 81 ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યા.