હિંમતનગરના મહેતાપુરા-ન્યૂ મહાવીરનગર બ્રિજનું નવરાત્રિમાં લોકાર્પણ
હિંમતનગરના મહેતાપુરા-ન્યૂ મહાવીરનગર બ્રિજનું નવરાત્રિમાં લોકાર્પણ
Published on: 12th September, 2026

હિંમતનગરમાં મહેતાપુરા અને ન્યૂ મહાવીરનગરને જોડતો હાથમતી નદી પરનો બ્રિજ નવરાત્રિના પ્રારંભે ખુલ્લો મુકાશે. પૂર્વ તરફના એપ્રોચના જમીન સંપાદન અને વળતરના પ્રશ્નો ઉકેલાતા તમામ અંતરાયો દૂર થયા છે. સાઈડ વોલ, પુરાણ, કલરકામ, વીજપોલ સહિતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર એપ્રોચના ડામરીકરણનું કાર્ય બાકી છે, જે 10 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ બ્રિજ હિંમતનગરની ટ્રાફિક સમસ્યા હળવી કરશે અને વિજાપુર, મહેસાણા, ઇડર સાથે સીધું જોડાણ પ્રદાન કરશે.