મોબાઇલથી મગજ સુધી: ગુજરાતમાં આતંકનું નવું મોડ્યુલ?
મોબાઇલથી મગજ સુધી: ગુજરાતમાં આતંકનું નવું મોડ્યુલ?
Published on: 21st July, 2026

આતંકવાદ હવે દરવાજો ખખડાવીને નથી આવતો, પરંતુ ચુપચાપ માણસના મગજમાં પ્રવેશ કરે છે. મોબાઇલ સ્ક્રીન, ચેટબોક્સ અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને જોડવાનો પ્રયાસ થાય છે, જે એક 'સાયલન્ટ ટેરર નેટવર્ક' ઊભું કરે છે. ગુજરાત ATSની તાજેતરની કાર્યવાહીમાં ૧૩ શંકાસ્પદ આતંકીઓ પકડાયા છે, જેમના પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર સાથે સંપર્ક હોવાનો દાવો છે. આ કાર્યવાહીએ દેશને હચમચાવી દીધો છે, અને આતંકવાદનું નવું, ડિજિટલ અને માનસિક સ્વરૂપ સામે આવ્યું છે.