MS બિટ્ટાએ ભુજના સ્મૃતિવનની મુલાકાત લીધી
MS બિટ્ટાએ ભુજના સ્મૃતિવનની મુલાકાત લીધી
Published on: 30th August, 2026

ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ મનિન્દરજીત સિંહ બિટ્ટાએ ભુજમાં સ્થિત ‘સ્મૃતિવન’ મેમોરિયલ અને મ્યુઝિયમની મુલાકાત લીધી. તેમણે 2001ના ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને કચ્છના પુનરુત્થાનની ગાથા નિહાળી. તેમણે વિવિધ ગેલેરીઓ, ઇન્ટરેક્ટિવ મોડલ્સ અને અર્થક્વેક સિમ્યુલેટરનું નિરીક્ષણ કર્યું. પ્રતિભાવ આપતાં MS બિટ્ટાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ બનેલું સ્મૃતિવન કચ્છી માડુઓની આપત્તિમાંથી ફરી બેઠા થવાની લોકખુમારીનું તીર્થસ્થાન છે.