નવસારીના જલાલપોર તાલુકા પંચાયતની લિફ્ટ એક મહિનાથી બંધ
નવસારીના જલાલપોર તાલુકા પંચાયતની લિફ્ટ એક મહિનાથી બંધ
Published on: 30th August, 2026

જલાલપોર તાલુકા પંચાયત કચેરીમાં એક મહિનાથી લિફ્ટ બંધ હોવાથી અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. અગાઉ આવેલા પૂરમાં લિફ્ટના બેઝમેન્ટમાં પાણી ભરાતા તે બંધ પડી ગઈ હતી. પૂરનું પાણી ઓસરી ગયાના લાંબા સમય બાદ પણ તંત્ર દ્વારા સમારકામ કરાયું નથી. આ કારણે વૃદ્ધો, દિવ્યાંગો અને મહિલાઓને સીડીઓ ચડવાની ફરજ પડે છે. લાખોના ખર્ચે બનેલી સરકારી સુવિધા બંધ રહેતા તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ લિફ્ટની મેઇન્ટેનન્સ એજન્સી સામે પગલાં ભરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે.