જામનગર સ્ટેન્ડિંગ કમિટીએ ₹125.87 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપી
જામનગર સ્ટેન્ડિંગ કમિટીએ ₹125.87 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપી
Published on: 10th July, 2026

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ₹125 કરોડ 87 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી. આ મંજૂરીમાં 15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ₹122.79 કરોડના કાર્યો, મુખ્ય બિલ્ડિંગ વાયરીંગ અપગ્રેડેશન માટે ₹86.89 લાખ, અને કેન્સરગ્રસ્ત સફાઈ કામદાર માટે ₹75,000ની આર્થિક સહાયનો સમાવેશ થાય છે. વિવિધ ઝોનમાં ભૂગર્ભ ગટર નેટવર્કના મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ માટે પણ અનુક્રમે ₹79.18 લાખ, ₹81.42 લાખ અને ₹61.36 લાખ મંજૂર કરાયા. આ ઉપરાંત, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની નિમણૂક પણ મંજૂર કરવામાં આવી.