સુરતમાં ખાડીપૂર બાદ કાદવ-કચરાનું સામ્રાજ્ય
સુરતમાં ખાડીપૂર બાદ કાદવ-કચરાનું સામ્રાજ્ય
Published on: 10th July, 2026

સુરતમાં ખાડીપૂરની સ્થિતિ બાદ અનેક વિસ્તારોમાં કાદવ-કચરાનું સામ્રાજ્ય ફેલાયું છે. આ અંગે સુરત પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં અધિકારીઓને તાત્કાલિક સફાઈ કરવા સૂચન અપાયું છે. શનિવાર સુધીમાં પ્રથમ તબક્કાની સફાઈ પૂર્ણ કરી માઇક્રો ક્લિનિંગ શરૂ કરવા, આરોગ્ય સેવાઓ સઘન બનાવવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પુરવઠો વધારવાની તાકીદ કરાઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા હાઈ-પ્રેશર જેટથી સફાઈ કામગીરી શરૂ કરાઈ છે. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને પણ વિશેષ સતર્ક રહેવા સૂચના અપાઈ છે.