ખેડાની આંગણવાડીના નાસ્તામાં ઢોકળામાં નીકળી ઈયળો
ખેડાની આંગણવાડીના નાસ્તામાં ઢોકળામાં નીકળી ઈયળો
Published on: 01st September, 2026

ખેડા જિલ્લાના આંતરસુંબા ગામની આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં અપાયેલા ઢોકળામાંથી ઈયળો નીકળતાં વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. બાળકોના સ્વાસ્થ્યની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઉભા થયા છે. વાલીઓના જણાવ્યા મુજબ, મેનુમાં ન હોવા છતાં ઢોકળા આપવામાં આવ્યા હતા. આ ઘટનાથી બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. વાલીઓએ તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.