FD સામે લોનનું લાલચ આપી કંપની કર્મચારી સાથે ₹11.23 લાખની છેતરપિંડી
FD સામે લોનનું લાલચ આપી કંપની કર્મચારી સાથે ₹11.23 લાખની છેતરપિંડી
Published on: 01st September, 2026

વડોદરામાં એક કંપનીના કર્મચારી ભરતભાઈ હીરાલાલ દેસાઈ સાથે લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી 11.23 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી અંકિત મિશ્રા તરીકે ઓળખાણ આપી, ઝીરો ટકા વ્યાજે 20 લાખની લોનની ઓફર આપવામાં આવી હતી. લોન મેળવવા માટે, તેમણે LICની પોલિસી લીધી અને પોતાના ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા. ત્યારબાદ, સબસિડી ચાર્જ અને TDS જેવા બહાના હેઠળ અલગ-અલગ સમયે કુલ ₹11.73 લાખ પડાવી લેવાયા, છતાં લોન મળી નહીં.