જામનગર પાસે ડમ્પરની ટક્કરે બાઈક સવાર દંપતી-પુત્રી ઈજાગ્રસ્ત
જામનગર પાસે ડમ્પરની ટક્કરે બાઈક સવાર દંપતી-પુત્રી ઈજાગ્રસ્ત
Published on: 01st September, 2026

સિક્કા નજીક નાની ખાવડીની ગોળાઈ પાસે પાછળથી પૂરઝડપે આવેલા ડમ્પરે બાઈકને ટક્કર મારતાં દંપતી અને તેમની પુત્રીને ઈજા થઈ હતી. મહિલાના હાથમાં ફ્રેક્ચર અને પુત્રીને બંને પગમાં ગંભીર ઈજા થતાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રેમજીભાઈ ગોવિંદભાઈ નકુમે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પત્ની રેખાબેન અને પુત્રી જયશ્રીબેન સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. સિક્કા પોલીસે ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.