વડોદરા જિલ્લા પંચાયતની હરણી જમીન પર ગેરકાયદે દબાણ કરનાર સામે ગુનો દાખલ
વડોદરા જિલ્લા પંચાયતની હરણી જમીન પર ગેરકાયદે દબાણ કરનાર સામે ગુનો દાખલ
Published on: 01st September, 2026

વડોદરાના હરણી વિસ્તારમાં જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની complaintના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચાર વર્ષ પહેલા ફેન્સીંગ કરતી વખતે આ દબાણ સામે આવ્યું હતું. કાર્યપાલક ઇજનેર દ્વારા આરોપી સત્તારભાઇ આદમભાઇ ધાણીવાલા (સુપ્રિમ લોરી સપ્લાયર્સ અને ફ્રેટ કેરિયર વે બ્રિજના પ્રોપરાયટર) ને નોટિસ અપાઈ હતી, પરંતુ તેમણે કબજો નકાર્યો હતો. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી મિટિંગમાં સમિતિ દ્વારા પણ ગેરકાયદે દબાણની પુષ્ટિ થતાં હરણી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.