અરવલ્લીમાં કમોસમી વરસાદ, પાકને નુકસાનની ભીતિ.
અરવલ્લીમાં કમોસમી વરસાદ, પાકને નુકસાનની ભીતિ.
Published on: 05th May, 2026

અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડાસા, માલપુર, મેઘરજ, શામળાજી સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, ખેડૂતોને મકાઈ, બાજરી અને ઘાસચારાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.