મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગંદકી ફેલાવતા ૨૩ એકમો સીલ, દંડ ફટકાર્યો
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગંદકી ફેલાવતા ૨૩ એકમો સીલ, દંડ ફટકાર્યો
Published on: 06th October, 2026

મ્યુનિ.કોર્પોરેશનની ટીમે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને જાહેર ગંદકી મુદ્દે વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરી ૨૩ એકમોને સીલ કર્યા અને દંડ ફટકાર્યો. વોર્ડ ૧૦માં જાહેર માર્ગ પર કચરો ફેંકવા બદલ ત્રણ દુકાનો સીલ કરાઈ. વોર્ડ ૧૧માં કાટમાળ ઠાલવવા બદલ એક વેપારી પાસેથી ૧૦ હજાર દંડ વસૂલાયો, જ્યારે દિવાળીપુરામાં ૬ એકમો સીલ કરી ૧૨ હજાર દંડ વસૂલાયો. વોર્ડ ૧૨માં 'આસ્થા એસોસિએટ' પાસેથી ૨૦ હજાર અને પંજાબી રેસ્ટોરન્ટ પાસેથી ૩ હજારનો દંડ વસૂલાયો. વોર્ડ ૧૪માં ગંદકી બદલ ૧૪ દુકાનો સીલ કરાઈ.