અમદાવાદ: સરદાર બ્રિજ પરથી યુવકે સાબરમતી નદીમાં કૂદ્યો, સ્કીમર મશીનના સ્ટાફે બચાવ્યો જીવ.
અમદાવાદ: સરદાર બ્રિજ પરથી યુવકે સાબરમતી નદીમાં કૂદ્યો, સ્કીમર મશીનના સ્ટાફે બચાવ્યો જીવ.
Published on: 05th October, 2026

અમદાવાદમાં સાબરમતી નદીમાં સતત બીજા દિવસે આપઘાતનો પ્રયાસ થયો. સરદાર બ્રિજ પરથી દોરડાના સહારે લટકી યુવકે નદીમાં છલાંગ લગાવી. સદનસીબે, કચરો સાફ કરી રહેલા સ્કીમર મશીનના સતર્ક સ્ટાફે તાત્કાલિક યુવકને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો. રિવરફ્રન્ટ પોલીસ સ્થળે પહોંચી, યુવકનું કાઉન્સિલિંગ કરી પરિવારને સોંપ્યો. જાણવાજોગ નોંધ કરી તપાસ શરૂ કરાઈ છે.